બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

Cost of brands

ક્યારેય વિચાર્યું છે કે આપણે સામાન્ય વસ્તુ ની કિંમત કેટલી ગણી આપીએ છીએ.

બે ઉદાહરણ આ પ્રમાણે છે.

વેફર ના દસ રૂપિયાના પેકેટ માં ૩૦ ગ્રામ વેફર આવે છે એ હિસાબે કિલોના ૩૩૩ રૂપિયા થાય. બટેટા કેટલા રૂપિયે કિલો આવે છે એ ઘરે પૂછી લેજો.

મિનરલ વોટર ની ૧ લીટર ની બોટલ ૧૫ રૂપિયામાં આવે છે. ઘરે આપણને નગર પાલિકા દ્વારા જે પાણી આવે છે તેના ૧ મીટર ક્યુબ ના ૯ રૂપિયા લેવામાં આવે છે. હવે ૧ લીટર ના ૧૫ રૂપિયા એ પ્રમાણે ૧ મીટર ક્યુબ ના ૧૫૦૦૦ રૂપિયા થાય. ( ૧ મીટર ક્યુબ = ૧૦૦૦ લીટર )

આવાતો ઘણા ઉદાહરણ મળી રહેશે, તમારા ધ્યાનમાં હોય તો જરૂરથી લખજો.


ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

Civic Responsibilities - For God's Sake Show Some Civic Sense

એક સારા નાગરિક તરીકે આપણે આટલું તો કરીજ શકીએ.

૧. જ્યાં ને ત્યાં થૂંકવું નહી ( ચાલતી બસની બારીમાંથી કે ગાડીમાંથી થૂંકવાની કલામાં આપણે પાવરધા છીએ.)
૨. ગમે ત્યાં કચરો ફેંકવો નહિ.
૩. કુદરતી હાજત નો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો ( " યોગ્ય જગ્યાએ, ફૂટપાથ અને રસ્તા પર નહિ")
૪. રેસ્ટોરેન્ટ કે સિનેમા હોલમાં જોર થી વાતો નહી કરવી.
૫. ટ્રાફિક માં જોર થી હોર્ન નહી વગાડવા
૬. મોબાઈલનો રીંગ ટોન મોટેથી રાખવો નહી.
૭. બસ અને ટ્રેન માં પહેલા લોકોને ઉતરવા દેવા.
૮. સ્ત્રી,બાળકો અને વડીલોને ને પહેલા ચડવા દેવા.
૯. પાણી અને વીજળીની શક્ય તેટલી બચત કરો.

લીસ્ટ તો ઘણું લાંબુ થઇ શકે છે પણ અત્યારે આટલુજ.

સોલ્લીડ પંચ:


રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

Incredible India! ( ??? )

ભારત સરકારે થોડા વર્ષો પહેલા પ્રવાસન ઉદ્યોગને વધારવા " Incredible India !" નામનો પ્રોગ્રામ રજુ કર્યો હતો. એનો મૂળ હેતુ વિદેશી પ્રવાસીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ દુર કરવાનો હતો. ફક્ત આંકડાઓજ ચકાસીએ તો વિદેશી પ્રવાસીઓની સંખ્યા જરૂર વધી છે. પણ બીજી બધી રીતે જો સરખામણી કરવામાં આવે તો હજી આપને Europe અને South -East ના દેશો કરતા ઘણા પાછળ છીએ.


સૌથી મોટો પ્રોબ્લેમ સ્વચ્છતાનો છે. આપણે જ્યાં ને ત્યાં ગંદકી કરવામાં પાવરધા છીએ, પ્લાસ્ટીક ની થેલીઓ, ગુટખાના પાઉચ, લાલ દીવાલો ( પાન ખાઈ ને થૂંકવા દીવાલ તો જોઈએને), દીવાલો પર નામ લખવા ( આપણે નહીતો આપણા નામ તો અમર થાય), ઘણું લાંબુ લીસ્ટ છે.

પ્રવાસ સ્થળની જાળવણી એ બીજો પ્રોબ્લેમ છે. ઉદાહરણ જોઈતું હોય તો મુંબઈ માં આવેલી મહાકાલીની ગુફાઓ જોઈ આવજો, આટલી પ્રાચીન ગુફાઓની હાલત એટલી ખરાબ છે કે નજીક પણ જઇ ના શકીએ ( ગટરનું પાણી ગુફામાં છોડવામાં આવે છે ) આજુ બાજુમાં એટલા બધા ગેર કાયદેસર બાંધકામ થયા છે કે ગુફાઓ શોધવી પડે.

મોટા ભાગના પ્રવાસસ્થળો એ પહોચવાનો રસ્તાઓ એટલા ખરાબ હોય છે કે પાછા આવતા સુધીમાં કમરનો દુખાવો ઉપડે.

ક્યારે આપણે પ્રવાસ સ્થળો ની જાળવણી કરતા શીખશું અને ક્યારે પ્રવાસ ઉદ્યોગ GDP નો મહત્વનો ભાગ બનશે ?

સોલ્લીડ પંચ :


Forget  about  Incredible  India , let 's have clean India first 

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2012

Mumbai votes today


મુંબઈ મહાનગર પાલિકા માટે આજે મતદાન છે. એક સારા નાગરિકની જેમ મેં આજે મતદાન કર્યું. બંદોબસ્ત ઘણોજ સારો હતો અને ફક્ત ૫ મિનીટમાજ મત આપીને બહાર આવી ગયો.

તમારો વોટ જરૂર ને જરૂર થી આપજો જેથી સારા ઉમ્મેદવાર જીતે.

કાલે બપોર સુધીમાં નિર્ણય થઇ જશે કે કોણ મુંબઈ મહાનગર પાલિકા ની બાગડોર સંભાળશે.

સોલ્લીડ પંચ:

એતો કાલે પરિણામ જાહેર થશે ત્યારે ઘણાને "સોલ્લીડ પંચ" લાગશે.

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

વચનેશું કીમ દરિદ્રતા?

રાજ્યો અને નગરપાલિકાઓ ની ચુંટણી શરુ થઇ ગઈ છે. ફરી બધી પાર્ટીઓ નવા નવા વચનોની લહાણી કરી રહી છે. ક્યારેક વિચાર આવે છે જો આ લોકો જે કહે છે એનું ૫૦% પણ અમલમાં મુકે તો વાહ વાહ થઇ જાય. 

સવારે FM પર કોંગ્રેસ પાર્ટી ની જાહેરાત આવતી હતી, 

૧. મુંબઈ ને વિશ્વ કક્ષાનું શહેર બનાવવામાં આવશે.
૨. મુંબઈ માં ૨૪ કલાક શુધ્ધ પાણી આપવામાં આવશે
૩. ચોમાસામાં એક પણ ખાડો નહિ દેખાય. ( હાડકાના ડોકટરોનું આવી બન્યું)
૪. મહાનગર પાલિકા સંપૂર્ણ ભ્રષ્ટાચાર રહિત હશે. 

આટલીજ યાદ રહી, થયુકે આટલુંયે થઇ જાય તો એ ભયો ભયો.

સોલ્લીડ પંચ:

શરદ પવાર મુંબઈ ને શાંઘાઈ બનાવવાના હતા હવે કોંગ્રેસ મુંબઈને વિશ્વકક્ષાનું શહેર બનાવશે, આ લોકો આપણને નથી બનાવતા લાગતા?


મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

Corruption in India

ટેલીકોમ કૌભાંડ માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ૧૨૨ લાઇસન્સ રદ કર્યા. ભારતના નેતાઓ કેટલા શરમ વગરના છે એ આ ચુકાદાથી સાબિત થયું છે. કપિલ સિબ્બલે જાહેર માં કહ્યું હતુકે 2G લાઇસન્સ માં દેશ ને કઈ નુકસાન નથી થયું અને હવે કપિલ સાહેબ કહે છે કે અમે તો NDA ની પોલીસી અનુસરતા હતા. ખુદ વડાપ્રધાને કહ્યું હતું કે કઈ ખોટું થયું નથી તો હવે વડા પ્રધાને ચોખવટ કરવી રહી.

આ પહેલા પણ ઘણા ભ્રષ્ટાચાર ના કેસ જાહેર માં આવ્યા છે પણ કરમ ની ( અને ભારતના લોકો ની ) કઠણાઈ એ છેકે આજ સુધી કોઈ નેતાને ભાગ્યેજ સજા થઇ છે અને સજા થઇ તો પણ એજ નેતાઓ આજે સંસદ અથવા વિધાન સભામાં બિરાજમાન છે.

મહત્વનો મુદ્દો એ છે કે આપણે શું કરી શકીએ? 

૧. લોકો માં ભ્રષ્ટાચાર વિષે જાગૃતિ ફેલાવવી.
૨. લાંચ નહિ દેવી કે નહિ લેવી ( મને ખબર છે કે કહેવું સહેલું છે અને કરવું અઘરું છે પણ ક્યાંક તો શરૂઆત   
     કરવીજ પડશે.)
૩. ચુંટણીમાં વોટ જરૂર ને જરૂર આપવો અને સારા ઉમ્મેદવારનેજ જીતાડવા.
૪. એકલે હાથે ભ્રષ્ટાચાર સામે લડવું મુશ્કેલ છે માટે અન્ના હજારે અને એવા બીજા લોકો જે ભ્રષ્ટાચાર સામે લડે 
     છે તેમને ટેકો આપવો. 

કોઈક વાર શાંતિ થી વિચારજો આપણાં Tax ના પૈસાંથીજ આ નેતાઓ અમીર થયા છે. ફક્ત નેતાઓ નહિ પણ સરકારી કર્મચારીઓની મિલકત પણ કુદકે ને ભૂસકે વધી છે. એ બધા પાસેથી જવાબ માંગવોજ પડશે કે આટલી મિલકત તેમણે ભેગી કેવીરીતે કરી. 

સોલ્લીડ પંચ:
The world is a dangerous place not because of people who do evil, but because of good people who do nothing about it. — Albert Einstein

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2012

Foreign vs India

આપણા લોકો વિદેશ જાય ત્યારે સહજ ભારત અને વિદેશ વચ્ચે સરખામણી કરતા હોય છે. મોટે ભાગે તો વિદેશ ની વાહ વાહ અને ભારત હાય હાય થતી હોય છે. વિદેશમાં ચોખ્ખાઈ, વાહન વ્યહવાર, નિયમિતતા, શિસ્ત વગેરે જોઇને આપણે ખરેખર અંજાઈ જઈએ છીએ. આપણે ત્યાં આ બધાની ઓછપ વર્તાય છે. 

પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે આ બધાની કિંમત પણ ચૂકવવી પડે છે. દાખલા તરીકે, મેં Germany માં Karlshrue થી Hannover ની મુસાફરી train માં કરેલી. બંને શહેરો વચ્ચે ૪૦૦ km  નું અંતર છે જેને માટે મેં ટીકીટના ૯૦ euro ચૂકવ્યા ( અંદાજે ૫૮૦૦ રુપયા). હવે તમેજ કહો શામાટે નિયમિતતા, ચોખ્ખાઈ વગેરે ના મળે જો આટલા બધા રુપયા આપીએ તો. 

માટે જયારે પણ સરખામણી કરો તો દરેક વસ્તુ ધ્યાન માં રાખી ને કરવી. 

સોલ્લીડ પંચ:

એક વાર અમારે ત્યાં European સપ્લાયર આવેલા અને તેમણે ભારતીય તીખી તમતમતી વાનગીઓ ખાવાની જીદ કરી. અમે સમજાવ્યા તો ઘણા પણ તે ન માન્યા. છેવટે અમે રાત્રી ભોજન માં ભારતીય તીખી વાનગીઓ ખવડાવી. બીજે દિવસે સવારે તેઓ અમને મળ્યા અને બોલ્યા હવે મને ખબર પડી શામાટે તમે ટોઇલેટમાં ટીસ્યુ પેપર ની જગ્યાએ પાણી વાપરો છો