રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

Incredible India! ( ??? )

ભારત સરકારે થોડા વર્ષો પહેલા પ્રવાસન ઉદ્યોગને વધારવા " Incredible India !" નામનો પ્રોગ્રામ રજુ કર્યો હતો. એનો મૂળ હેતુ વિદેશી પ્રવાસીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ દુર કરવાનો હતો. ફક્ત આંકડાઓજ ચકાસીએ તો વિદેશી પ્રવાસીઓની સંખ્યા જરૂર વધી છે. પણ બીજી બધી રીતે જો સરખામણી કરવામાં આવે તો હજી આપને Europe અને South -East ના દેશો કરતા ઘણા પાછળ છીએ.


સૌથી મોટો પ્રોબ્લેમ સ્વચ્છતાનો છે. આપણે જ્યાં ને ત્યાં ગંદકી કરવામાં પાવરધા છીએ, પ્લાસ્ટીક ની થેલીઓ, ગુટખાના પાઉચ, લાલ દીવાલો ( પાન ખાઈ ને થૂંકવા દીવાલ તો જોઈએને), દીવાલો પર નામ લખવા ( આપણે નહીતો આપણા નામ તો અમર થાય), ઘણું લાંબુ લીસ્ટ છે.

પ્રવાસ સ્થળની જાળવણી એ બીજો પ્રોબ્લેમ છે. ઉદાહરણ જોઈતું હોય તો મુંબઈ માં આવેલી મહાકાલીની ગુફાઓ જોઈ આવજો, આટલી પ્રાચીન ગુફાઓની હાલત એટલી ખરાબ છે કે નજીક પણ જઇ ના શકીએ ( ગટરનું પાણી ગુફામાં છોડવામાં આવે છે ) આજુ બાજુમાં એટલા બધા ગેર કાયદેસર બાંધકામ થયા છે કે ગુફાઓ શોધવી પડે.

મોટા ભાગના પ્રવાસસ્થળો એ પહોચવાનો રસ્તાઓ એટલા ખરાબ હોય છે કે પાછા આવતા સુધીમાં કમરનો દુખાવો ઉપડે.

ક્યારે આપણે પ્રવાસ સ્થળો ની જાળવણી કરતા શીખશું અને ક્યારે પ્રવાસ ઉદ્યોગ GDP નો મહત્વનો ભાગ બનશે ?

સોલ્લીડ પંચ :


Forget  about  Incredible  India , let 's have clean India first 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો