આપણા લોકો વિદેશ જાય ત્યારે સહજ ભારત અને વિદેશ વચ્ચે સરખામણી કરતા હોય છે. મોટે ભાગે તો વિદેશ ની વાહ વાહ અને ભારત હાય હાય થતી હોય છે. વિદેશમાં ચોખ્ખાઈ, વાહન વ્યહવાર, નિયમિતતા, શિસ્ત વગેરે જોઇને આપણે ખરેખર અંજાઈ જઈએ છીએ. આપણે ત્યાં આ બધાની ઓછપ વર્તાય છે.
પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે આ બધાની કિંમત પણ ચૂકવવી પડે છે. દાખલા તરીકે, મેં Germany માં Karlshrue થી Hannover ની મુસાફરી train માં કરેલી. બંને શહેરો વચ્ચે ૪૦૦ km નું અંતર છે જેને માટે મેં ટીકીટના ૯૦ euro ચૂકવ્યા ( અંદાજે ૫૮૦૦ રુપયા). હવે તમેજ કહો શામાટે નિયમિતતા, ચોખ્ખાઈ વગેરે ના મળે જો આટલા બધા રુપયા આપીએ તો.
માટે જયારે પણ સરખામણી કરો તો દરેક વસ્તુ ધ્યાન માં રાખી ને કરવી.
સોલ્લીડ પંચ:
એક વાર અમારે ત્યાં European સપ્લાયર આવેલા અને તેમણે ભારતીય તીખી તમતમતી વાનગીઓ ખાવાની જીદ કરી. અમે સમજાવ્યા તો ઘણા પણ તે ન માન્યા. છેવટે અમે રાત્રી ભોજન માં ભારતીય તીખી વાનગીઓ ખવડાવી. બીજે દિવસે સવારે તેઓ અમને મળ્યા અને બોલ્યા હવે મને ખબર પડી શામાટે તમે ટોઇલેટમાં ટીસ્યુ પેપર ની જગ્યાએ પાણી વાપરો છો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો