ટેલીકોમ કૌભાંડ માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ૧૨૨ લાઇસન્સ રદ કર્યા. ભારતના નેતાઓ કેટલા શરમ વગરના છે એ આ ચુકાદાથી સાબિત થયું છે. કપિલ સિબ્બલે જાહેર માં કહ્યું હતુકે 2G લાઇસન્સ માં દેશ ને કઈ નુકસાન નથી થયું અને હવે કપિલ સાહેબ કહે છે કે અમે તો NDA ની પોલીસી અનુસરતા હતા. ખુદ વડાપ્રધાને કહ્યું હતું કે કઈ ખોટું થયું નથી તો હવે વડા પ્રધાને ચોખવટ કરવી રહી.
આ પહેલા પણ ઘણા ભ્રષ્ટાચાર ના કેસ જાહેર માં આવ્યા છે પણ કરમ ની ( અને ભારતના લોકો ની ) કઠણાઈ એ છેકે આજ સુધી કોઈ નેતાને ભાગ્યેજ સજા થઇ છે અને સજા થઇ તો પણ એજ નેતાઓ આજે સંસદ અથવા વિધાન સભામાં બિરાજમાન છે.
મહત્વનો મુદ્દો એ છે કે આપણે શું કરી શકીએ?
૧. લોકો માં ભ્રષ્ટાચાર વિષે જાગૃતિ ફેલાવવી.
૨. લાંચ નહિ દેવી કે નહિ લેવી ( મને ખબર છે કે કહેવું સહેલું છે અને કરવું અઘરું છે પણ ક્યાંક તો શરૂઆત
કરવીજ પડશે.)
૩. ચુંટણીમાં વોટ જરૂર ને જરૂર આપવો અને સારા ઉમ્મેદવારનેજ જીતાડવા.
૪. એકલે હાથે ભ્રષ્ટાચાર સામે લડવું મુશ્કેલ છે માટે અન્ના હજારે અને એવા બીજા લોકો જે ભ્રષ્ટાચાર સામે લડે
છે તેમને ટેકો આપવો.
કોઈક વાર શાંતિ થી વિચારજો આપણાં Tax ના પૈસાંથીજ આ નેતાઓ અમીર થયા છે. ફક્ત નેતાઓ નહિ પણ સરકારી કર્મચારીઓની મિલકત પણ કુદકે ને ભૂસકે વધી છે. એ બધા પાસેથી જવાબ માંગવોજ પડશે કે આટલી મિલકત તેમણે ભેગી કેવીરીતે કરી.
સોલ્લીડ પંચ:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો