સોમવાર, 30 જાન્યુઆરી, 2012

Rightsizing or Downsizing

હમણાં મંદીનો જોરદાર વાયરો વાયો છે એટલે મલ્ટીનેશનલ કંપનીઓ જોબ્સ કટ કરવા માંગે છે. આ કાર્ય ને એક રૂપકડું નામ આપવામાં આવ્યું છે " Rightsizing ". આ પહેલા એને "downsizing " કહેવામાં આવતું હતું. 

એક મિત્રએ એની કંપનીનો અનુભવ કહ્યો. ગયા અઠવાડિયે ૧૦૦ લોકોને સવારમાં આવતાજ કહેવામાં આવ્યું કે આજથી એમની જરૂર નથી માટે આઈ કાર્ડ જમા કરાવી ઘરે જઈ શકો છો. આ લોકો પર શું વીતી હશે એતો જાત અનુભવથીજ ખબર પડે.

આ કંપનીઓ શામાટે લાંબા સમયનું આયોજન નથી કરી શકતી? 

બે વર્ષ પહેલા એક BPO કંપની વિષે વાંચ્યું હતું, એ કંપનીએ પણ Rightsizing શરુ કર્યું હતું પણ થોડી અલગ રીતે. જે લોકોને કાઢવામાં આવ્યા હતા તેમને નવી જોબ મળે તે માટે કંપનીએ મદદ કરી હતી. નવી જોબ માટે જો કોઈ ટ્રેઈનીંગની જરૂર પડે તો એ પણ આ કંપનીએ વિના મૂલ્ય આપી હતી અને દરેક કાઢવામાં આવેલી વ્યક્તિને લાયકાત પ્રમાણે નોકરી અપાવી હતી. 

શામાટે બધીજ કંપનીઓ આવું Rightsizing નથી કરતી?

સોલ્લીડ પંચ:

" Do not love your company  , love your job because you never no when company will stop loving you ."
                                                                                 " નારાયણ મુર્થી "
 

બુધવાર, 25 જાન્યુઆરી, 2012

India's reply to terrorism

મુંબઈ પોલીસે ૧૩ જુલાઈ બોમ્બ ધડાકા નો કેસ ઉકેલ્યા નો દાવો કર્યો છે. પણ પહેલાનાકેસો નું શું? વળી મુખ્ય ગુનેગારો તો હજી પણ ગાયબ છે. આતંકવાદીઓ ને પકડો પછી તેમને પાળો ને પોષો. ફરી બોમ્બ ધડાકાઓ થશે અને આપના વડા પ્રધાન તથા ગૃહ પ્રધાન કડક પગલાં લેવાનું આશ્વાસન આપશે અને ફરી એજ ચક્ર ફર્યા કરશે.

ભ્રષ્ટાચાર અને આતંકવાદે દેશ ના ગળે મજબૂત રીતે ભરડો લીધો છે અને દેશ નાં ( કહેવાતા) નેતાઓ મજા કરી રહ્યા છે. અત્યારે દેશ ને એક મજબૂત નેતા ની સખ્ખત જરૂર છે જે આ વિષચક્રમાં થી દેશ ને ઉગારે.

સોલ્લીડ પંચ:

આપણા દેશમાં ગંદકી કરે તે ખાનદાન અને ગંદકી સાફ કરે તે ‘નીચો’ ગણાય છે. – રવિશંકર મહારાજ

શનિવાર, 21 જાન્યુઆરી, 2012

When I will be happy in life?

વર્ષો પહેલા મારા ગામડે ગયો હતો ત્યારે એસટી બસ માં બેઠો હતો. એસટી બસ માં કંડકટર માટે અલગ સીટ હોય છે અને હું એની આગલી સીટ પર બેઠો હતો. મારી બાજુમાં એક બીજા ભાઈ હતા જે એકધારું રટણ કરતા હતા કે તેમને જીવનમાં ક્યારેય ખુશી મળી નથી. 

થોડીવાર પછી કંડકટર સાહેબે તે ભાઈ ને પૂછ્યું કે તમને બે ટાઈમ ખાવા મળે છે?
ભાઈ એ જવાબ આપ્યો "હા". 

વળી કંડકટર સાહેબે તે ભાઈ ને પૂછ્યું કે તમારી પાસે બે જોડી કપડા પહેરવા છે?
ભાઈ એ જવાબ આપ્યો "હા". 

કંડકટર સાહેબે પૂછ્યું ઘરમાં કોઈને મોટી બીમારી ખરી? 
ભાઈ એ જવાબ આપ્યો "નાં" .  

કંડકટર સાહેબેએ ભાઈ ને કહ્યું " તો પછી જલસા કરને ભાઈ, રડે છે શામાટે?" 

વાત સાવ સામાન્ય છે પણ મર્મ સમજવો જરૂરી છે.
જે મળે છે તેની આપણે કદર નથી કરતા અને જે નથી તેના માટે દુખી રહીએ છીએ.

જોકે અત્યારના સમયમાં દુખ નું કારણ મને તો ઊંદર દોડ  ( Rat  Race ) લાગે છે.

સોલ્લીડ પંચ:
" ઊંદર દોડ થી બહાર નીકળો અને જિંદગી ને માણો કારણકે ઊંદરદોડની મુશ્કેલી એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો."
                                    "અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર"







શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

Mumbai Corporation Election

આવતા મહીને મુંબઈ કોર્પોરેશન માટે મતદાન થશે. સર્વે મતદારો ને વિનંતી કે મત જરૂરથી આપજો.

મુંબઈમાં બેનર્સ નું એક અલગ રાજકારણ છે. જ્યાં જુઓ ત્યાં મોટા બેનર્સ દેખાશે. કોઈના જન્મદિવસની શુભેચ્છા કે કોઈને વળી પાર્ટી માં કોઈ હોદ્દો મળ્યા ની વધામણી. સાથે સાથે ટચુકડા ૧૦૦ થી ૨૦૦ બીજા ફોટો સાથે હશે. વાંચી ને હસવું પણ આવશે " શ્રી ફલાણાજી સાહેબ ને જન્મ દિવસ ની અંતઃ પૂર્વક શુભેચ્છા" જાણે એ વ્યક્તિએ જન્મ લઇ ને આપણા પર મોટો ઉપકાર કર્યો હોય.

હવે તો ચમચાગીરી ની હદ થાય છે, મોટી વ્યક્તિના કુટુંબના દરેક સભ્ય માટે બેનર્સ લગાડવા માં આવે છે. એ દિવસ દુર નથી જયારે તેમના કુતરા બિલાડા ના જન્મ દિવસ ની શુભેચ્છા ના બેનર્સ દેખાશે.

ઘણીવાર સવારે ઓફીસ જતા  નોંધ્યું છે કે અમુક સફાઈ કર્મચારીઓ ખુબજ ખંત થી કામ કરતા હોય છે. કોઈ પણ શહેરની ચોખ્ખાઈનું માપ કાઢવું હોય તો એકવાર જાહેર શૌચાલાય ની મુલાકાત લેવી. 

સોલ્લીડ પંચ:

" માનવી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, કલાકાર, સર્જક, ઉદ્યોગપતિ કે બીજું કોઈ પણ બાહ્ય ‘લેબલ’ ધરાવતો હોય, પરંતુ ‘માણસ’ તરીકેનું તેનું આંતરિક સ્વરૂપ પહેલું છે, મહત્વનું છે. ‘લેબલ’થી નહીં, આચરણથી જ માનવી શોભે છે."
                                                   - પ્રિયકાન્ત પરીખ 



બુધવાર, 18 જાન્યુઆરી, 2012

Aaj Kaal

હાઈકોર્ટે ગુજરાત લોકાયુક્તની નિમણુક માન્ય રાખી, ચાલો કોંગ્રેસ ને ભાવતું મળ્યું, ચૂંટણી માં ઢોલ નગારા વગાડી ને આનો ઉપયોગ કરશે.
ચીને કહ્યું કે ભારત સાથે ટેન્શન ઓછું કરશે, ૧૯૬૨ ની હિન્દી ચીની ભાઈ ભાઈ રીપીટ ના કરે તો સારું.

ફરી ધાર્મિક લાગણીઓ દુભાય છે, રેહમાને હોસન્ના શબ્દ  ગીતમાં વાપર્યો એટલે. કોઈની નૈતિક લાગણીઓ દુભાય છે કે નહિ?

સોલ્લીડ પંચ : 

"સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. "

મંગળવાર, 17 જાન્યુઆરી, 2012

Aaj Kaal

ગૂગલ ઇન્ડિયા અને સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસ બુક ઇન્ડિયાને ચેતવણી મળી છે  કે, જો તેઓ તેમની વાંધાજનક વિગતો તેમનાં પેજીસ ઉપરથી દૂર કરવાની અને અંકુશિત કરવાની કોઇ ગતિવિધિ નહીં શોધે તો તેમની વેબસાઇટસ બ્લોક કરવામાં આવશે. ભારત માં ધાર્મિક લાગણીઓ જેટલી જલ્દી દુભાય છે તેટલી જલ્દી નૈતિક લાગણીઓ દુભાતી હોત તો આપણે ક્યારના "developed nation " બની ચુક્યા હોત.

ગૌતમ ગંભીરે ખરાબ રીતે હારવા બદલ જાહેર માં માફી  માગી, તને શું ફરક પડે છે ભાયલા, તારા ફાધરને અરુણ જેટલી સાથે ખૂબજ સારા સંબધ છે એટલે તારું માથું સલામત છે.

IPL બંધ કરવાથી કઈ ફરક પડશે?

સોલ્લીડ પંચ:

કરીના કપૂર નો ડાયલોગ ( ફિલ્મ ગોલમાલ- ભાગ 3)
" Add life to your days and not days to your life "

જો ભી હૈ બસ યહી એક પલ હૈ.














 

સોમવાર, 16 જાન્યુઆરી, 2012

Aaj Kaal

ઉત્તરાણ ગઈ પણ બહુ મજા ના આવી, પહેલાની જેમ આકાશ પતંગોથી ભરાઈ નથી જતું

ઉત્સવો મનાવવાની રીત ભારત માં થોડી અલગ છે. અહિયાં ઉત્સવ એટલે ઘોંઘાટ. ગણેશ મંડપ માં મુન્ની બદનામ હુઈ ના ગીતો વાગતા હોય છે, ભગવાન બિચારા કહેતા હશે કે આવતા વરસથી મને તેડાવતા નહિ મેહરબાની કરીને.







રવિવાર, 15 જાન્યુઆરી, 2012

Aaj Kaal

એર ઇન્ડિયા ની બાવન ફ્લાઈટસ રદ કરવામાં આવી, કારણ પાઈલટસને પગાર નહોતો આપવામાં આવ્યો. આવું ફક્ત ભારતમાંજ થતું હશે કે વિદેશોમાં પણ? મુસાફરોને શું સમજવું?

માયાવતી જન્મદિવસ સાદાઈ થી ઉજવશે!!!!!!!!!!!!!!!!!! અહો આશ્ચર્યમ.....

ભારત અને ચીન વચ્ચે આજ થી બે દિવસ વાટાઘાટ, ભારત ને તો ઘાત જ ઘાત છે.

મુંબઈમાં રીક્ષાચાલકો સામે છેલ્લા બે મહિનામાં ૭૫૦૦ ફરિયાદ નોંધાઈ, પણ આગળ શું?

" ફીક્ર એ રોજગાર ને ફાંસલા બઢા દિયા, અભી કલ હી કી બાત હૈ સબ દોસ્ત સાથ હી થે "



શનિવાર, 14 જાન્યુઆરી, 2012

Aaj Kaal

ઉત્તર પ્રદેશ માં માયાવતી ના પુતળાઓ  પર કવર ઓઢાડવા માં આવશે. કારણ મતદાન નહી પણ ઠંડી છે. માયાવતી ઈચ્છે છે કે એના પુતળાઓ ને પણ ઠંડી ના લાગવી જોઈએ કારણ એ ગરીબની બેટી છે.

હજુ પણ દિગ્વિજય ના જોક્સ બહાર નથી આવ્યા. રજનીકાંત ના બહુ સાંભળ્યા હવે કોઈ દિગ્વિજયના પણ બનાવો. 

ભારત ટેસ્ટ મેચ ના પહેલા દિવસે ઓલ આઉટ થઇ ગયું. મને લાગે છે કે પીચ માં પ્રોબ્લેમ છે. ભારત ઓલ આઉટ થયા પછી બેટિંગ સરળ કેમ થઇ ગયી?  ભારત ના બેટ્સ મેનોમાં કઈ પ્રોબ્લેમ મને દેખાયો નહી, બિચારા કરે પણ શું?