આવતા મહીને મુંબઈ કોર્પોરેશન માટે મતદાન થશે. સર્વે મતદારો ને વિનંતી કે મત જરૂરથી આપજો.
મુંબઈમાં બેનર્સ નું એક અલગ રાજકારણ છે. જ્યાં જુઓ ત્યાં મોટા બેનર્સ દેખાશે. કોઈના જન્મદિવસની શુભેચ્છા કે કોઈને વળી પાર્ટી માં કોઈ હોદ્દો મળ્યા ની વધામણી. સાથે સાથે ટચુકડા ૧૦૦ થી ૨૦૦ બીજા ફોટો સાથે હશે. વાંચી ને હસવું પણ આવશે " શ્રી ફલાણાજી સાહેબ ને જન્મ દિવસ ની અંતઃ પૂર્વક શુભેચ્છા" જાણે એ વ્યક્તિએ જન્મ લઇ ને આપણા પર મોટો ઉપકાર કર્યો હોય.
હવે તો ચમચાગીરી ની હદ થાય છે, મોટી વ્યક્તિના કુટુંબના દરેક સભ્ય માટે બેનર્સ લગાડવા માં આવે છે. એ દિવસ દુર નથી જયારે તેમના કુતરા બિલાડા ના જન્મ દિવસ ની શુભેચ્છા ના બેનર્સ દેખાશે.
ઘણીવાર સવારે ઓફીસ જતા નોંધ્યું છે કે અમુક સફાઈ કર્મચારીઓ ખુબજ ખંત થી કામ કરતા હોય છે. કોઈ પણ શહેરની ચોખ્ખાઈનું માપ કાઢવું હોય તો એકવાર જાહેર શૌચાલાય ની મુલાકાત લેવી.
સોલ્લીડ પંચ:
" માનવી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, કલાકાર, સર્જક, ઉદ્યોગપતિ કે
બીજું કોઈ પણ બાહ્ય ‘લેબલ’ ધરાવતો હોય, પરંતુ ‘માણસ’ તરીકેનું તેનું આંતરિક
સ્વરૂપ પહેલું છે, મહત્વનું છે. ‘લેબલ’થી નહીં, આચરણથી જ માનવી શોભે છે."
- પ્રિયકાન્ત પરીખ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો