વર્ષો પહેલા મારા ગામડે ગયો હતો ત્યારે એસટી બસ માં બેઠો હતો. એસટી બસ માં કંડકટર માટે અલગ સીટ હોય છે અને હું એની આગલી સીટ પર બેઠો હતો. મારી બાજુમાં એક બીજા ભાઈ હતા જે એકધારું રટણ કરતા હતા કે તેમને જીવનમાં ક્યારેય ખુશી મળી નથી.
થોડીવાર પછી કંડકટર સાહેબે તે ભાઈ ને પૂછ્યું કે તમને બે ટાઈમ ખાવા મળે છે?
ભાઈ એ જવાબ આપ્યો "હા".
વળી કંડકટર સાહેબે તે ભાઈ ને પૂછ્યું કે તમારી પાસે બે જોડી કપડા પહેરવા છે?
ભાઈ એ જવાબ આપ્યો "હા".
કંડકટર સાહેબે પૂછ્યું ઘરમાં કોઈને મોટી બીમારી ખરી?
ભાઈ એ જવાબ આપ્યો "નાં" .
કંડકટર સાહેબેએ ભાઈ ને કહ્યું " તો પછી જલસા કરને ભાઈ, રડે છે શામાટે?"
વાત સાવ સામાન્ય છે પણ મર્મ સમજવો જરૂરી છે.
જે મળે છે તેની આપણે કદર નથી કરતા અને જે નથી તેના માટે દુખી રહીએ છીએ.
જોકે અત્યારના સમયમાં દુખ નું કારણ મને તો ઊંદર દોડ ( Rat Race ) લાગે છે.
સોલ્લીડ પંચ:
" ઊંદર દોડ થી બહાર નીકળો અને જિંદગી ને માણો કારણકે ઊંદરદોડની મુશ્કેલી એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો."
"અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો