શનિવાર, 29 સપ્ટેમ્બર, 2012

ગણપતિ બાપ્પા મોર્યા

 આજે ગણપતિ બાપ્પા વાજતે ગાજતે વિદાય લેશે

આ વર્ષે  પહેલી વાર લાલબાગ ના રાજા ના દર્શન કરવા ગયો   સવારના 5 વાગે પરેલ પહોચ્યા અને ત્યાં લોકોનો મેળો જોઇને નવાઈ લાગી, તેના કરતા પણ જે રીતે લોકો ભાગમ દોડ કરતા હતા તે જોઇને થોડો નિરાશ થયો
ભગવાનના દર્શન  કરવા માટે રીતસર ની પડાપડી થઇ રહી હતી   આપણે શાંતિથી દર્શન શામાટે નથી કરી શકતા ? દર વર્ષે ધાર્મિક ઉત્સવો માં કેટલાય લોકો કચડાઈને મરી જાય છે પણ હમ નહિ સુધરેંગે 

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

મહારાષ્ટ્ર માં નવું કૌભાંડ

શરદ પવાર ના ભત્રીજા અજીત પવારે જળ સિંચાઈ માં નવું કૌભાંડ કર્યું છે જોકે 2G અને કોલગેટ કૌભાંડ ના પ્રમાણમાં તો નાનુજ ગણાય

લાગે છે આ સરકારના મંત્રીયો માં હોડ લાગી છે આવતી ચુંટણી પહેલા જેટલું સમેટાય એટલું સમેટી લો બીજી વાર કદાચ મોકો મળે નાં મળે।

આમ પણ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું તેમ લોકોની યાદશક્તિ ખુબજ ટૂંકી છે જલ્દીજ બધા કૌભાંડો ભૂલાય જશે

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

ગણપતી બાપ્પા મોર્યા


આજે ગણપતી બાપ્પા વાજતે ગાજતે પધાર્યા 
દર વરસ ની જેમ આવતા દસ દિવસ મુંબઈ માં ઉત્સવ નો માહોલ રહેશે

સોલ્લીડ પંચ :

હે ગણપતી બાપ્પા, આ દેશ ને કોન્ગ્રેસ રાજ માંથી મુક્ત કર  - શિવસેના પ્રમુખ બાળ ઠાકરે 

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ

 ડીઝલ ના 5 રૂપિયા વધી ગયા અને LPG ના પરિવાર દીઠ દર વર્ષે ફક્ત 6 સીલીન્ડર ઓછા ભાવે મળશે

કોન્ગ્રેસ નો હાથ આમ આદમીના ગાલ પર, જોરદાર સટાક !!!!!!!!!!!

 

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

કોલગેટ સ્કેમ

સરકાર કહે છે કોલગેટ સ્કેમ જેવું કશું છેજ નહી, આતો વિરોધ પક્ષો ખોટી બબાલ કરે છે
જો કોલસો ખાણ માંથી કાઢવાનો કોન્ટ્રેક્ટ મફત માં ના આપ્યો હોત તો હજી પણ કોલસો જમીન માંજ હોત કારણકે ખાણમાંથી કાઢવાનો ખર્ચ એટલો બધો છે કે કોઈ કંપની પૈસા આપીને આ  કોન્ટ્રેક્ટ લેતજ નહી

એટલે અમે તો મફત માં કોન્ટ્રેક્ટ આપીને દેશ ની સેવા કરી છે

સોલ્લીડ પંચ :

અંગ્રેજો વિચારતા હશે કે અમે 200 વર્ષ માં જેટલું ભારતમાંથી લુંટ્યું તેના કેટલાય ગણું  65 વર્ષમાં ભારતના નેતાઓએ લુંટ્યું 

ગુરુવાર, 7 જૂન, 2012

સંબંધો અને પૈસા

સંબંધો સાચવવા જોઈએ અને પૈસા વાપરવા જોઈએ.

માણસ  ઉલટૂજ કરે છે 

સંબંધો વાપરે  છે  અને પૈસા સાચવે  છે

શુક્રવાર, 11 મે, 2012

Legend Ramesh Mehta not with us

ગુજરાતી સિનેમા નો એક યુગ આથમી ગયો. વર્ષો સુધી આપણને હસાવનાર રમેશ મેહતાએ દુનિયાના રંગ મંચ પરથી એકસીટ લીઘી.

ગુજરાતી ફિલ્મોમાં હીરો હોય ના હોય પણ રમેશ મેહતા હોવાજ જોઈએ, આવું મજબૂત તેમનું સ્થાન હતું.

સોલ્લીડ પંચ :

" ઓ હો હો હો! કિયા ગામ ના ગોરી?      શું નામ રાયખા છે?"

મંગળવાર, 27 માર્ચ, 2012

Enjoy summer

ઠંડી ની સીઝન પૂરી થઇ અને ઉનાળો શરુ થયો સાથે સાથે કાળઝાળ ગરમી પણ સારું થઇ.

ઉનાળાના અમુક પ્લસ પોઈન્ટ પણ છે.

૧. આફૂસ - આહા!  વિચાર આવતાજ મોઢામાં પાણી આવે છે.
૨. વેકેશન - ભલે આપણને નહિ પણ વિદ્યાર્થીઓને તો ખરું ને . માં ઓ ને એટલા દિવસ શાંતિ કે છોકરાઓને લેશન માટે ઘાંટા નહિ પાડવા પડે કે રોજ સવારે વહેલા ઉઠાડીને તૈયાર કરવાની મગજ મારી નહિ.
૩. ટ્રીપ - મોટે ભાગે તો આપને બધા ઉનાળામાજ ફરવા જઈએ છીએ.
૪. આઈસ્ક્રીમ

બીજા ફાયદા યાદ આવે તો જરૂર જણાવજો.

શનિવાર, 17 માર્ચ, 2012

Finally Sachin scores century

હાશ!!!!! એક મોટી રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ આવ્યો, કમસે કમ લોકો બીજી રાષ્ટ્રીય સમસ્યાઓ ( પ્રમાણ માં હળવી) જેમકે ગરીબાઈ, કરપ્શન વગેરે વગેરે પર ધ્યાન આપવાનું શરુ કરશે.

મારા મિત્રોમાં જો કે હું સચિન વિરોધી તરીકે પ્રખ્યાત છું. લોકો એને ભગવાન કહે છે પણ જયારે દેશને જરૂર પડે છે ત્યારે આ ભગવાન અદ્રશ્ય થઇ જાય છે. કાલનોજ દાખલો લઈએ તો તેની સદી છતાં પણ આપને બાંગ્લાદેશ સામે હારી ગયા, એવી સદી શા કામની?

આશ્ચર્ય ત્યારે થાય છે જયારે લોકો સચિન ને અતિશયોક્તિ બનાવે છે. મારા એક મિત્ર એ ફેસબુક પર અપડેટ કર્યું " ન્યુટન અને આઈનસ્તાઈન ફરી વાર પેદા થશે પણ સચિન ફરી પેદા નહિ થાય"

ભઈલા ન્યુટન અને આઈનસ્તાઈનએ આ દુનિયા અને આવનારી પેઢી માટે જે કર્યું છે તેનું લાખ માં ભાગનું પણ સચિને નથી કર્યું.

 મારે એકજ વાત કહેવી છે કે સચિન ને માણસ જ રેહવાદો.

ગુરુવાર, 15 માર્ચ, 2012

Railway Budget

રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી બજેટ આપીને શહીદ થઇ ગયા. છેલ્લા કેટલાક વર્ષો થી રેલ્વે ભાડામાં વધારો નહોતો થયો માટે ભાડામાં વધારો ખુબજ જરૂરી હતો. લાલુ પ્રસાદે રેલ્વે ને પ્રોફિટમાં કેવીરીતે લાવી હતી એતો ચર્ચા નો વિષય છે. ( ખરેખર પ્રોફિટ થયો પણ હતો કે નહિ?)

જે રીતે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાધો, એ હિસાબે લાગે છે કે કોન્ગ્રેસ અને મમતા બેનર્જી કોઈ પણ જોખમ લેવા માંગતા નથી. રાજકીય કારણોસર રેલ્વે જેવી જાહેર સંસ્થાઓનો કેવા હાલહવાલ થાય છે એનું આ ઉદાહરણ છે.

મંગળવાર, 13 માર્ચ, 2012

Surrogate ads

જો મૂળ વસ્તુની જાહેરાત પર પ્રતિબંધ હોય તો કંપની બીજી વસ્તુની આડ માં જાહેર ખબર આપે છે અને તે સરોગેટ એડ કહેવાય છે. દાખલા તરીકે સીગ્રામ શરાબ ની જગ્યાએ મ્યુસિક કેસેટ ની જાહેરાત આપે કે મેકડોવેલ સોડાની જાહેરાત આપે છે.

આપણા દેશ માં સરોગેટ એડ પર પણ પ્રતિબંધ છે છતાય કાયદાઓમાં છીંડા ગોતીને આવી કંપનીઓ પોતાની પીપુડી વગાડ્યા કરે છે.

બુધવાર, 7 માર્ચ, 2012

હોલી હૈ

હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ રંગોમે રંગ મિલ જાતે હૈ
ગીલે શિકવે ભૂલ કર, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ




 

સોમવાર, 5 માર્ચ, 2012

Modi bashing continues

રેડીફ્ફ.કોમ પર લખાયેલા લેખ ની લીન્ક નીચે પ્રમાણે છે.

http://www.rediff.com/news/slide-show/slide-show-1-if-riots-are-to-happen-theyll-happen-in-modis-gujarat/20120305.htm  

આ લોકોને બીજો કોઈ કામધંધો છે કે નહી? બીજા કોઈ રમખાણો દેખાય છે કે નહી ( દિલ્લી માં શીખ હત્યાકાંડ )
કે પછી " સાવન કે અંધે કો હરિયાલી દીખતી હૈ "

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

Cost of brands

ક્યારેય વિચાર્યું છે કે આપણે સામાન્ય વસ્તુ ની કિંમત કેટલી ગણી આપીએ છીએ.

બે ઉદાહરણ આ પ્રમાણે છે.

વેફર ના દસ રૂપિયાના પેકેટ માં ૩૦ ગ્રામ વેફર આવે છે એ હિસાબે કિલોના ૩૩૩ રૂપિયા થાય. બટેટા કેટલા રૂપિયે કિલો આવે છે એ ઘરે પૂછી લેજો.

મિનરલ વોટર ની ૧ લીટર ની બોટલ ૧૫ રૂપિયામાં આવે છે. ઘરે આપણને નગર પાલિકા દ્વારા જે પાણી આવે છે તેના ૧ મીટર ક્યુબ ના ૯ રૂપિયા લેવામાં આવે છે. હવે ૧ લીટર ના ૧૫ રૂપિયા એ પ્રમાણે ૧ મીટર ક્યુબ ના ૧૫૦૦૦ રૂપિયા થાય. ( ૧ મીટર ક્યુબ = ૧૦૦૦ લીટર )

આવાતો ઘણા ઉદાહરણ મળી રહેશે, તમારા ધ્યાનમાં હોય તો જરૂરથી લખજો.


ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

Civic Responsibilities - For God's Sake Show Some Civic Sense

એક સારા નાગરિક તરીકે આપણે આટલું તો કરીજ શકીએ.

૧. જ્યાં ને ત્યાં થૂંકવું નહી ( ચાલતી બસની બારીમાંથી કે ગાડીમાંથી થૂંકવાની કલામાં આપણે પાવરધા છીએ.)
૨. ગમે ત્યાં કચરો ફેંકવો નહિ.
૩. કુદરતી હાજત નો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો ( " યોગ્ય જગ્યાએ, ફૂટપાથ અને રસ્તા પર નહિ")
૪. રેસ્ટોરેન્ટ કે સિનેમા હોલમાં જોર થી વાતો નહી કરવી.
૫. ટ્રાફિક માં જોર થી હોર્ન નહી વગાડવા
૬. મોબાઈલનો રીંગ ટોન મોટેથી રાખવો નહી.
૭. બસ અને ટ્રેન માં પહેલા લોકોને ઉતરવા દેવા.
૮. સ્ત્રી,બાળકો અને વડીલોને ને પહેલા ચડવા દેવા.
૯. પાણી અને વીજળીની શક્ય તેટલી બચત કરો.

લીસ્ટ તો ઘણું લાંબુ થઇ શકે છે પણ અત્યારે આટલુજ.

સોલ્લીડ પંચ:


રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

Incredible India! ( ??? )

ભારત સરકારે થોડા વર્ષો પહેલા પ્રવાસન ઉદ્યોગને વધારવા " Incredible India !" નામનો પ્રોગ્રામ રજુ કર્યો હતો. એનો મૂળ હેતુ વિદેશી પ્રવાસીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ દુર કરવાનો હતો. ફક્ત આંકડાઓજ ચકાસીએ તો વિદેશી પ્રવાસીઓની સંખ્યા જરૂર વધી છે. પણ બીજી બધી રીતે જો સરખામણી કરવામાં આવે તો હજી આપને Europe અને South -East ના દેશો કરતા ઘણા પાછળ છીએ.


સૌથી મોટો પ્રોબ્લેમ સ્વચ્છતાનો છે. આપણે જ્યાં ને ત્યાં ગંદકી કરવામાં પાવરધા છીએ, પ્લાસ્ટીક ની થેલીઓ, ગુટખાના પાઉચ, લાલ દીવાલો ( પાન ખાઈ ને થૂંકવા દીવાલ તો જોઈએને), દીવાલો પર નામ લખવા ( આપણે નહીતો આપણા નામ તો અમર થાય), ઘણું લાંબુ લીસ્ટ છે.

પ્રવાસ સ્થળની જાળવણી એ બીજો પ્રોબ્લેમ છે. ઉદાહરણ જોઈતું હોય તો મુંબઈ માં આવેલી મહાકાલીની ગુફાઓ જોઈ આવજો, આટલી પ્રાચીન ગુફાઓની હાલત એટલી ખરાબ છે કે નજીક પણ જઇ ના શકીએ ( ગટરનું પાણી ગુફામાં છોડવામાં આવે છે ) આજુ બાજુમાં એટલા બધા ગેર કાયદેસર બાંધકામ થયા છે કે ગુફાઓ શોધવી પડે.

મોટા ભાગના પ્રવાસસ્થળો એ પહોચવાનો રસ્તાઓ એટલા ખરાબ હોય છે કે પાછા આવતા સુધીમાં કમરનો દુખાવો ઉપડે.

ક્યારે આપણે પ્રવાસ સ્થળો ની જાળવણી કરતા શીખશું અને ક્યારે પ્રવાસ ઉદ્યોગ GDP નો મહત્વનો ભાગ બનશે ?

સોલ્લીડ પંચ :


Forget  about  Incredible  India , let 's have clean India first 

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2012

Mumbai votes today


મુંબઈ મહાનગર પાલિકા માટે આજે મતદાન છે. એક સારા નાગરિકની જેમ મેં આજે મતદાન કર્યું. બંદોબસ્ત ઘણોજ સારો હતો અને ફક્ત ૫ મિનીટમાજ મત આપીને બહાર આવી ગયો.

તમારો વોટ જરૂર ને જરૂર થી આપજો જેથી સારા ઉમ્મેદવાર જીતે.

કાલે બપોર સુધીમાં નિર્ણય થઇ જશે કે કોણ મુંબઈ મહાનગર પાલિકા ની બાગડોર સંભાળશે.

સોલ્લીડ પંચ:

એતો કાલે પરિણામ જાહેર થશે ત્યારે ઘણાને "સોલ્લીડ પંચ" લાગશે.

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

વચનેશું કીમ દરિદ્રતા?

રાજ્યો અને નગરપાલિકાઓ ની ચુંટણી શરુ થઇ ગઈ છે. ફરી બધી પાર્ટીઓ નવા નવા વચનોની લહાણી કરી રહી છે. ક્યારેક વિચાર આવે છે જો આ લોકો જે કહે છે એનું ૫૦% પણ અમલમાં મુકે તો વાહ વાહ થઇ જાય. 

સવારે FM પર કોંગ્રેસ પાર્ટી ની જાહેરાત આવતી હતી, 

૧. મુંબઈ ને વિશ્વ કક્ષાનું શહેર બનાવવામાં આવશે.
૨. મુંબઈ માં ૨૪ કલાક શુધ્ધ પાણી આપવામાં આવશે
૩. ચોમાસામાં એક પણ ખાડો નહિ દેખાય. ( હાડકાના ડોકટરોનું આવી બન્યું)
૪. મહાનગર પાલિકા સંપૂર્ણ ભ્રષ્ટાચાર રહિત હશે. 

આટલીજ યાદ રહી, થયુકે આટલુંયે થઇ જાય તો એ ભયો ભયો.

સોલ્લીડ પંચ:

શરદ પવાર મુંબઈ ને શાંઘાઈ બનાવવાના હતા હવે કોંગ્રેસ મુંબઈને વિશ્વકક્ષાનું શહેર બનાવશે, આ લોકો આપણને નથી બનાવતા લાગતા?


મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

Corruption in India

ટેલીકોમ કૌભાંડ માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ૧૨૨ લાઇસન્સ રદ કર્યા. ભારતના નેતાઓ કેટલા શરમ વગરના છે એ આ ચુકાદાથી સાબિત થયું છે. કપિલ સિબ્બલે જાહેર માં કહ્યું હતુકે 2G લાઇસન્સ માં દેશ ને કઈ નુકસાન નથી થયું અને હવે કપિલ સાહેબ કહે છે કે અમે તો NDA ની પોલીસી અનુસરતા હતા. ખુદ વડાપ્રધાને કહ્યું હતું કે કઈ ખોટું થયું નથી તો હવે વડા પ્રધાને ચોખવટ કરવી રહી.

આ પહેલા પણ ઘણા ભ્રષ્ટાચાર ના કેસ જાહેર માં આવ્યા છે પણ કરમ ની ( અને ભારતના લોકો ની ) કઠણાઈ એ છેકે આજ સુધી કોઈ નેતાને ભાગ્યેજ સજા થઇ છે અને સજા થઇ તો પણ એજ નેતાઓ આજે સંસદ અથવા વિધાન સભામાં બિરાજમાન છે.

મહત્વનો મુદ્દો એ છે કે આપણે શું કરી શકીએ? 

૧. લોકો માં ભ્રષ્ટાચાર વિષે જાગૃતિ ફેલાવવી.
૨. લાંચ નહિ દેવી કે નહિ લેવી ( મને ખબર છે કે કહેવું સહેલું છે અને કરવું અઘરું છે પણ ક્યાંક તો શરૂઆત   
     કરવીજ પડશે.)
૩. ચુંટણીમાં વોટ જરૂર ને જરૂર આપવો અને સારા ઉમ્મેદવારનેજ જીતાડવા.
૪. એકલે હાથે ભ્રષ્ટાચાર સામે લડવું મુશ્કેલ છે માટે અન્ના હજારે અને એવા બીજા લોકો જે ભ્રષ્ટાચાર સામે લડે 
     છે તેમને ટેકો આપવો. 

કોઈક વાર શાંતિ થી વિચારજો આપણાં Tax ના પૈસાંથીજ આ નેતાઓ અમીર થયા છે. ફક્ત નેતાઓ નહિ પણ સરકારી કર્મચારીઓની મિલકત પણ કુદકે ને ભૂસકે વધી છે. એ બધા પાસેથી જવાબ માંગવોજ પડશે કે આટલી મિલકત તેમણે ભેગી કેવીરીતે કરી. 

સોલ્લીડ પંચ:
The world is a dangerous place not because of people who do evil, but because of good people who do nothing about it. — Albert Einstein

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2012

Foreign vs India

આપણા લોકો વિદેશ જાય ત્યારે સહજ ભારત અને વિદેશ વચ્ચે સરખામણી કરતા હોય છે. મોટે ભાગે તો વિદેશ ની વાહ વાહ અને ભારત હાય હાય થતી હોય છે. વિદેશમાં ચોખ્ખાઈ, વાહન વ્યહવાર, નિયમિતતા, શિસ્ત વગેરે જોઇને આપણે ખરેખર અંજાઈ જઈએ છીએ. આપણે ત્યાં આ બધાની ઓછપ વર્તાય છે. 

પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે આ બધાની કિંમત પણ ચૂકવવી પડે છે. દાખલા તરીકે, મેં Germany માં Karlshrue થી Hannover ની મુસાફરી train માં કરેલી. બંને શહેરો વચ્ચે ૪૦૦ km  નું અંતર છે જેને માટે મેં ટીકીટના ૯૦ euro ચૂકવ્યા ( અંદાજે ૫૮૦૦ રુપયા). હવે તમેજ કહો શામાટે નિયમિતતા, ચોખ્ખાઈ વગેરે ના મળે જો આટલા બધા રુપયા આપીએ તો. 

માટે જયારે પણ સરખામણી કરો તો દરેક વસ્તુ ધ્યાન માં રાખી ને કરવી. 

સોલ્લીડ પંચ:

એક વાર અમારે ત્યાં European સપ્લાયર આવેલા અને તેમણે ભારતીય તીખી તમતમતી વાનગીઓ ખાવાની જીદ કરી. અમે સમજાવ્યા તો ઘણા પણ તે ન માન્યા. છેવટે અમે રાત્રી ભોજન માં ભારતીય તીખી વાનગીઓ ખવડાવી. બીજે દિવસે સવારે તેઓ અમને મળ્યા અને બોલ્યા હવે મને ખબર પડી શામાટે તમે ટોઇલેટમાં ટીસ્યુ પેપર ની જગ્યાએ પાણી વાપરો છો

સોમવાર, 30 જાન્યુઆરી, 2012

Rightsizing or Downsizing

હમણાં મંદીનો જોરદાર વાયરો વાયો છે એટલે મલ્ટીનેશનલ કંપનીઓ જોબ્સ કટ કરવા માંગે છે. આ કાર્ય ને એક રૂપકડું નામ આપવામાં આવ્યું છે " Rightsizing ". આ પહેલા એને "downsizing " કહેવામાં આવતું હતું. 

એક મિત્રએ એની કંપનીનો અનુભવ કહ્યો. ગયા અઠવાડિયે ૧૦૦ લોકોને સવારમાં આવતાજ કહેવામાં આવ્યું કે આજથી એમની જરૂર નથી માટે આઈ કાર્ડ જમા કરાવી ઘરે જઈ શકો છો. આ લોકો પર શું વીતી હશે એતો જાત અનુભવથીજ ખબર પડે.

આ કંપનીઓ શામાટે લાંબા સમયનું આયોજન નથી કરી શકતી? 

બે વર્ષ પહેલા એક BPO કંપની વિષે વાંચ્યું હતું, એ કંપનીએ પણ Rightsizing શરુ કર્યું હતું પણ થોડી અલગ રીતે. જે લોકોને કાઢવામાં આવ્યા હતા તેમને નવી જોબ મળે તે માટે કંપનીએ મદદ કરી હતી. નવી જોબ માટે જો કોઈ ટ્રેઈનીંગની જરૂર પડે તો એ પણ આ કંપનીએ વિના મૂલ્ય આપી હતી અને દરેક કાઢવામાં આવેલી વ્યક્તિને લાયકાત પ્રમાણે નોકરી અપાવી હતી. 

શામાટે બધીજ કંપનીઓ આવું Rightsizing નથી કરતી?

સોલ્લીડ પંચ:

" Do not love your company  , love your job because you never no when company will stop loving you ."
                                                                                 " નારાયણ મુર્થી "
 

બુધવાર, 25 જાન્યુઆરી, 2012

India's reply to terrorism

મુંબઈ પોલીસે ૧૩ જુલાઈ બોમ્બ ધડાકા નો કેસ ઉકેલ્યા નો દાવો કર્યો છે. પણ પહેલાનાકેસો નું શું? વળી મુખ્ય ગુનેગારો તો હજી પણ ગાયબ છે. આતંકવાદીઓ ને પકડો પછી તેમને પાળો ને પોષો. ફરી બોમ્બ ધડાકાઓ થશે અને આપના વડા પ્રધાન તથા ગૃહ પ્રધાન કડક પગલાં લેવાનું આશ્વાસન આપશે અને ફરી એજ ચક્ર ફર્યા કરશે.

ભ્રષ્ટાચાર અને આતંકવાદે દેશ ના ગળે મજબૂત રીતે ભરડો લીધો છે અને દેશ નાં ( કહેવાતા) નેતાઓ મજા કરી રહ્યા છે. અત્યારે દેશ ને એક મજબૂત નેતા ની સખ્ખત જરૂર છે જે આ વિષચક્રમાં થી દેશ ને ઉગારે.

સોલ્લીડ પંચ:

આપણા દેશમાં ગંદકી કરે તે ખાનદાન અને ગંદકી સાફ કરે તે ‘નીચો’ ગણાય છે. – રવિશંકર મહારાજ

શનિવાર, 21 જાન્યુઆરી, 2012

When I will be happy in life?

વર્ષો પહેલા મારા ગામડે ગયો હતો ત્યારે એસટી બસ માં બેઠો હતો. એસટી બસ માં કંડકટર માટે અલગ સીટ હોય છે અને હું એની આગલી સીટ પર બેઠો હતો. મારી બાજુમાં એક બીજા ભાઈ હતા જે એકધારું રટણ કરતા હતા કે તેમને જીવનમાં ક્યારેય ખુશી મળી નથી. 

થોડીવાર પછી કંડકટર સાહેબે તે ભાઈ ને પૂછ્યું કે તમને બે ટાઈમ ખાવા મળે છે?
ભાઈ એ જવાબ આપ્યો "હા". 

વળી કંડકટર સાહેબે તે ભાઈ ને પૂછ્યું કે તમારી પાસે બે જોડી કપડા પહેરવા છે?
ભાઈ એ જવાબ આપ્યો "હા". 

કંડકટર સાહેબે પૂછ્યું ઘરમાં કોઈને મોટી બીમારી ખરી? 
ભાઈ એ જવાબ આપ્યો "નાં" .  

કંડકટર સાહેબેએ ભાઈ ને કહ્યું " તો પછી જલસા કરને ભાઈ, રડે છે શામાટે?" 

વાત સાવ સામાન્ય છે પણ મર્મ સમજવો જરૂરી છે.
જે મળે છે તેની આપણે કદર નથી કરતા અને જે નથી તેના માટે દુખી રહીએ છીએ.

જોકે અત્યારના સમયમાં દુખ નું કારણ મને તો ઊંદર દોડ  ( Rat  Race ) લાગે છે.

સોલ્લીડ પંચ:
" ઊંદર દોડ થી બહાર નીકળો અને જિંદગી ને માણો કારણકે ઊંદરદોડની મુશ્કેલી એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો."
                                    "અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર"







શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

Mumbai Corporation Election

આવતા મહીને મુંબઈ કોર્પોરેશન માટે મતદાન થશે. સર્વે મતદારો ને વિનંતી કે મત જરૂરથી આપજો.

મુંબઈમાં બેનર્સ નું એક અલગ રાજકારણ છે. જ્યાં જુઓ ત્યાં મોટા બેનર્સ દેખાશે. કોઈના જન્મદિવસની શુભેચ્છા કે કોઈને વળી પાર્ટી માં કોઈ હોદ્દો મળ્યા ની વધામણી. સાથે સાથે ટચુકડા ૧૦૦ થી ૨૦૦ બીજા ફોટો સાથે હશે. વાંચી ને હસવું પણ આવશે " શ્રી ફલાણાજી સાહેબ ને જન્મ દિવસ ની અંતઃ પૂર્વક શુભેચ્છા" જાણે એ વ્યક્તિએ જન્મ લઇ ને આપણા પર મોટો ઉપકાર કર્યો હોય.

હવે તો ચમચાગીરી ની હદ થાય છે, મોટી વ્યક્તિના કુટુંબના દરેક સભ્ય માટે બેનર્સ લગાડવા માં આવે છે. એ દિવસ દુર નથી જયારે તેમના કુતરા બિલાડા ના જન્મ દિવસ ની શુભેચ્છા ના બેનર્સ દેખાશે.

ઘણીવાર સવારે ઓફીસ જતા  નોંધ્યું છે કે અમુક સફાઈ કર્મચારીઓ ખુબજ ખંત થી કામ કરતા હોય છે. કોઈ પણ શહેરની ચોખ્ખાઈનું માપ કાઢવું હોય તો એકવાર જાહેર શૌચાલાય ની મુલાકાત લેવી. 

સોલ્લીડ પંચ:

" માનવી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, કલાકાર, સર્જક, ઉદ્યોગપતિ કે બીજું કોઈ પણ બાહ્ય ‘લેબલ’ ધરાવતો હોય, પરંતુ ‘માણસ’ તરીકેનું તેનું આંતરિક સ્વરૂપ પહેલું છે, મહત્વનું છે. ‘લેબલ’થી નહીં, આચરણથી જ માનવી શોભે છે."
                                                   - પ્રિયકાન્ત પરીખ 



બુધવાર, 18 જાન્યુઆરી, 2012

Aaj Kaal

હાઈકોર્ટે ગુજરાત લોકાયુક્તની નિમણુક માન્ય રાખી, ચાલો કોંગ્રેસ ને ભાવતું મળ્યું, ચૂંટણી માં ઢોલ નગારા વગાડી ને આનો ઉપયોગ કરશે.
ચીને કહ્યું કે ભારત સાથે ટેન્શન ઓછું કરશે, ૧૯૬૨ ની હિન્દી ચીની ભાઈ ભાઈ રીપીટ ના કરે તો સારું.

ફરી ધાર્મિક લાગણીઓ દુભાય છે, રેહમાને હોસન્ના શબ્દ  ગીતમાં વાપર્યો એટલે. કોઈની નૈતિક લાગણીઓ દુભાય છે કે નહિ?

સોલ્લીડ પંચ : 

"સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. "

મંગળવાર, 17 જાન્યુઆરી, 2012

Aaj Kaal

ગૂગલ ઇન્ડિયા અને સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસ બુક ઇન્ડિયાને ચેતવણી મળી છે  કે, જો તેઓ તેમની વાંધાજનક વિગતો તેમનાં પેજીસ ઉપરથી દૂર કરવાની અને અંકુશિત કરવાની કોઇ ગતિવિધિ નહીં શોધે તો તેમની વેબસાઇટસ બ્લોક કરવામાં આવશે. ભારત માં ધાર્મિક લાગણીઓ જેટલી જલ્દી દુભાય છે તેટલી જલ્દી નૈતિક લાગણીઓ દુભાતી હોત તો આપણે ક્યારના "developed nation " બની ચુક્યા હોત.

ગૌતમ ગંભીરે ખરાબ રીતે હારવા બદલ જાહેર માં માફી  માગી, તને શું ફરક પડે છે ભાયલા, તારા ફાધરને અરુણ જેટલી સાથે ખૂબજ સારા સંબધ છે એટલે તારું માથું સલામત છે.

IPL બંધ કરવાથી કઈ ફરક પડશે?

સોલ્લીડ પંચ:

કરીના કપૂર નો ડાયલોગ ( ફિલ્મ ગોલમાલ- ભાગ 3)
" Add life to your days and not days to your life "

જો ભી હૈ બસ યહી એક પલ હૈ.














 

સોમવાર, 16 જાન્યુઆરી, 2012

Aaj Kaal

ઉત્તરાણ ગઈ પણ બહુ મજા ના આવી, પહેલાની જેમ આકાશ પતંગોથી ભરાઈ નથી જતું

ઉત્સવો મનાવવાની રીત ભારત માં થોડી અલગ છે. અહિયાં ઉત્સવ એટલે ઘોંઘાટ. ગણેશ મંડપ માં મુન્ની બદનામ હુઈ ના ગીતો વાગતા હોય છે, ભગવાન બિચારા કહેતા હશે કે આવતા વરસથી મને તેડાવતા નહિ મેહરબાની કરીને.







રવિવાર, 15 જાન્યુઆરી, 2012

Aaj Kaal

એર ઇન્ડિયા ની બાવન ફ્લાઈટસ રદ કરવામાં આવી, કારણ પાઈલટસને પગાર નહોતો આપવામાં આવ્યો. આવું ફક્ત ભારતમાંજ થતું હશે કે વિદેશોમાં પણ? મુસાફરોને શું સમજવું?

માયાવતી જન્મદિવસ સાદાઈ થી ઉજવશે!!!!!!!!!!!!!!!!!! અહો આશ્ચર્યમ.....

ભારત અને ચીન વચ્ચે આજ થી બે દિવસ વાટાઘાટ, ભારત ને તો ઘાત જ ઘાત છે.

મુંબઈમાં રીક્ષાચાલકો સામે છેલ્લા બે મહિનામાં ૭૫૦૦ ફરિયાદ નોંધાઈ, પણ આગળ શું?

" ફીક્ર એ રોજગાર ને ફાંસલા બઢા દિયા, અભી કલ હી કી બાત હૈ સબ દોસ્ત સાથ હી થે "



શનિવાર, 14 જાન્યુઆરી, 2012

Aaj Kaal

ઉત્તર પ્રદેશ માં માયાવતી ના પુતળાઓ  પર કવર ઓઢાડવા માં આવશે. કારણ મતદાન નહી પણ ઠંડી છે. માયાવતી ઈચ્છે છે કે એના પુતળાઓ ને પણ ઠંડી ના લાગવી જોઈએ કારણ એ ગરીબની બેટી છે.

હજુ પણ દિગ્વિજય ના જોક્સ બહાર નથી આવ્યા. રજનીકાંત ના બહુ સાંભળ્યા હવે કોઈ દિગ્વિજયના પણ બનાવો. 

ભારત ટેસ્ટ મેચ ના પહેલા દિવસે ઓલ આઉટ થઇ ગયું. મને લાગે છે કે પીચ માં પ્રોબ્લેમ છે. ભારત ઓલ આઉટ થયા પછી બેટિંગ સરળ કેમ થઇ ગયી?  ભારત ના બેટ્સ મેનોમાં કઈ પ્રોબ્લેમ મને દેખાયો નહી, બિચારા કરે પણ શું?